ડાયાબિટીસમાં નાસ્તો: ફાઈબર અને પ્રોટીનથી ભરપૂર આ સુપરફૂડ્સ શુગરને રાખશે કંટ્રોલમાં

સોર્સ : Google

ડાયાબિટીસના દર્દીઓ માટે નાસ્તામાં ચોક્કસ કેટલાક સુપરફૂડ્સનો સમાવેશ કરવો જોઈએ.

સોર્સ : Google

ડાયાબિટીસના વધતા જતા કિસ્સા ચિંતાનો વિષય છે. આરોગ્ય નિષ્ણાતો ઘણીવાર ડાયાબિટીસના દર્દીઓને તેમના આહાર પર ખાસ ધ્યાન આપવાની સલાહ આપે છે.

સોર્સ : Google

આજે, અમે તમને જણાવીશું કે જો તમને ડાયાબિટીસ હોય તો તમારે તમારા નાસ્તામાં શું શામેલ કરવું જોઈએ.

સોર્સ : Google

જ્યારે આપણે ફાઈબરયુક્ત ખોરાક લઈએ છીએ, ત્યારે તે લોહીમાં શુગરના શોષણને ધીમું કરે છે. તેવી જ રીતે, પ્રોટીન લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે.

સોર્સ : Google

ઓટ્સમાં 'બીટા-ગ્લુકેન' નામનું ફાઇબર હોય છે. સવારના નાસ્તામાં દૂધ વગરના મસાલા ઓટ્સ અથવા ઓટ્સના પુડલા એક ઉત્તમ વિકલ્પ છે.

સોર્સ : Google

મગ, ચણા કે મઠને ફણગાવીને તેમાં ડુંગળી, ટામેટાં અને લીંબુ નાખીને બનાવેલી ચાટ પ્રોટીનનો પાવરહાઉસ છે.

સોર્સ : Google

ઘઉંના લોટમાં સોયાબીન અથવા ચણાનો લોટ ભેળવીને બનાવેલા મેથીના થેપલા દહીં સાથે લેવાથી પૂરતું પ્રોટીન અને ફાઈબર મળી રહે છે.

સોર્સ : Google