કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે આ વસ્તુનું કરો સેવન

તાજેતરમાં જ એક અભ્યાસથી આ વાત સામે આવી છે કે જે લોકોના ભોજનમાં આખુ અનાજ જેવા અંકુરિત ધાન્યનો સમાવેશ કરે છે તેમની કેરોટીડ આર્ટરીની દિવાલ પાતળી રહે છે. સાથે સાથે તેઓ જલ્દી જાડા પણ નથી થતા.

પિસ્તા ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલનુ સતર ઘટી જાય છે. અખરોટ દ્વારા હૃદયની બીમારીથી બચી શકાય છે. પિસ્તા, અખરોટ અને બદામમાં રહેલ ઓમેગા-3 ફૈટી એસિડ અને એન્ટિઓક્સિડેટ્સ વસાયુક્ત ભોજનમાં રહેલ સૈચુરેટેડ ફેટ્સ દ્વારા આર્ટરીઝને થનાર નુકશાનની ભરપાઈ કરી શકાય છે.

અળસીયાનુ તેલના ઉપયોગથી હાઈ બીપીને નિયંત્રિત કરી શકાય છે. અભ્યાસ દ્વારા જાણી શકાય છે કે જે મધ્ય આયુ વર્ગના પુરૂષોએ આઠ ગ્રામ અળસીનુ બીજ નિયમિત રૂપે ખાધુ તેનુ બીપી ઓછુ થયું. આ તેલમાં પુષ્કળ પ્રમાણમાં ઓમેગા-3 ફેટી એસિડ્સ હોય છે.

કાળા સોયાબીનનો ઉપયોગ કરવાથી જાડાપણું ઓછુ થાય છે. એલડીએલ કોલેસ્ટ્રોલ સાથે જ ટાઈપ-2 ડાયાબિટીઝનુ જોખમ પણ ઓછુ થાય છે.

દાડમનો રસ કોલેસ્ટ્રોલના થક્કા બનવા ઓછા કરી દે છે. નાઈટ્રિક ઓક્સાઈટનુ ઉત્પાદન વધારી દે છે. નાઈટ્રિક એસિડથી આર્ટરીઝમાં જામેલા થક્કા ઓછા થવામાં મદદ મળે છે.

સૌથી છેલ્લા અને સૌથી મહત્વપૂર્ણ ખાદ્ય પદાર્થ છે દહી, જે ખરાબ કોલેસ્ટ્રોલને ઓછુ કરવામાં તમારી મદદ કરે છે.