માત્ર ટ્રેન કે બસમાં જ પોકેટમારી કે સામાનની ચોરી નથી થતી, હવાઈ જહાજમાં પણ થાય છે. જેનો ખુલાસો એક પૂર્વ એર હોસ્ટેસે કર્યો છે.
ન્યુ યોર્ક પોસ્ટના રિપોર્ટ મુજબ, આર્જેન્ટિનાની એક પૂર્વ એર હોસ્ટેસે જણાવ્યું હતું કે એકદમ સુરક્ષિત અને વ્યવસ્થિત ગણવામાં આવતા હવાઈ જહાજની વાસ્તવિકતા તદ્દન જુદી છે.
ફ્લાઇટમાં મુસાફરોને ઘણી બાબતોની જાણ નથી હોતી, જે ફલાઈટને ખરાબ પરિસ્થિતિઓમાં ફેરવી દે છે.
એર હોસ્ટેસે કહ્યું, તમે જ્યારે સૂતા હોય કે તમારું ધ્યાન ન હોય ત્યારે તમારા ઉપરના કમ્પાર્ટમેન્ટમાંથી તમારો સામાન ગાયબ થઈ શકે છે.
ફ્લાઇટમાં તમારા સૂટકેસની ચોરી થઈ જશે અને તમને ખબર પણ નહીં પડે.
કેટલાક લોકો સીટ નીચે મૂકેલી બેગનો ફાયદો ઉઠાવે છે. તેમાં મૂકેલી તમારી કિંમતી વસ્તુઓ તમારું ધ્યાન ખેંચ્યા વિના ઝડપથી ચોરી કરી લે છે.
વિયેતનામથી સિંગાપોરની ટૂંકી વિમાન યાત્રા દરમિયાન એક ચીની નાગરિકના બેગમાંથી 28,000 $ની રોકડ રકમની ચોરી થઈ હતી.
ડેલ્ટા એરલાઇન્સના એક કર્મચારીની પણ મુસાફરની બેગ છોનાવી લેવાના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી. જેમાં 2 લાખ ડોલરથી વધુની રોકડ રકમ હતી.
એર હોસ્ટેસે કહ્યું, જો ફ્લાઇટમાં તમે લૂંટાઈ જાવ તો ત્યાં કોઈ કેમેરા કે સુરક્ષા અધિકારી નથી હોતા.
ઘણી એર લાઇન્સ તમારા ચોરાયેલાં સામાનની જવાબદારી પણ નથી લેતી. એરપોર્ટ પર ઉતાર્યા બાદ તમારો સમાન મળવો લગભગ અશક્ય બની જાય છે.