ફક્ત નિવૃત્તિ જ નહીં, રોહિત અને વિરાટ સાથે જોડાયેલા છે ઘણા સંયોગો

રોહિત શર્માએ 7 મેના રોજ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કર્યા બાદ હવે, વિરાટ કોહલીએ પણ ટેસ્ટ ફોર્મેટને અલવિદા કહી દીધું છે. પરંતુ આ પહેલીવાર નથી, આ બંને ખેલાડીઓ સાથે જોડાયેલ ઘણા સંયોગો છે.

ટેસ્ટ પહેલા, બંને ખેલાડીઓએ સાથે જ T20I ફોર્મેટને અલવિદા કહ્યું હતું. બંને ખેલાડીઓએ 2024 T20 વર્લ્ડ કપ જીત્યા બાદ T20Iમાંથી નિવૃત્તિ લીધી હતી.

રોહિત અને વિરાટ ICC ટ્રોફીની દૃષ્ટિએ પણ સમાન છે. બંને ખેલાડીઓએ 4-4 ICC ટૂર્નામેન્ટ જીતી છે.

ICC નોકઆઉટ મેચોમાં પ્લેયર ઓફ ધ મેચ બનવાની બાબતમાં પણ બંને સમાન છે. બંનેને 3-3 વખત પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

રોહિત અને વિરાટે ICC ટૂર્નામેન્ટમાં 3000+ રન બનાવ્યા છે. નવાઈની વાત એ છે કે તેમના સિવાય દુનિયાનો કોઈ બીજો ખેલાડી આ સિદ્ધિ નથી મેળવી શક્યો.

રોહિત અને વિરાટે કેપ્ટન તરીકે પોતાની પહેલી ઈનિંગમાં ફક્ત 2-2 રન જ બનાવ્યા હતા. આ પણ એક વિચિત્ર સંયોગ છે.

એશિયા કપમાં પણ એક સંયોગ જોવા મળ્યો હતો. બંને ખેલાડીઓએ પોતાની પહેલી ઈનિંગમાં 11-11 રન બનાવ્યા હતા.

T20 વર્લ્ડ કપમાં પણ કંઈક આવું જ બન્યું હતું. બંને ખેલાડીઓએ તેમની પહેલી T20 વર્લ્ડ કપ ઈનિંગમાં 50-50 રન બનાવ્યા હતા.