કદાચ તમે નહીં જાણતા હોવ કે દુનિયામાં અનેક દેશ છે જ્યાં પેટ્રોલ ખૂબ સસ્તા ભાવે મળે છે.

આજે અમે તમને દુનિયાના સૌથી સસ્તું પેટ્રોલ વેચનારા દેશો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

વેનેજુએલા એક એવો દેશ છે જે, દુનિયામાં ઘણું બધુ તેલ બહાર વેચે છે.

વેનેજુએલામાં પેટ્રોલ ખૂબ જ સસ્તું છે. ભારતીય કરન્સીમાં એક લિટર પેટ્રોલની કીમત માત્ર 61 પૈસા છે.

અલ્જીરિયામાં પણ પેટ્રોલનો ખૂબ મોટો ભંડાર છે. અહીં પેટ્રોલની કીમત ભારતીય કરન્સીમાં 25.56 રૂપિયા છે.

ઈરાન ઉર્જાની બાબતમાં એક સુપરપાવર છે. ઈરાન દુનિયામાં આશરે 5 ટકા પેટ્રોલ બનાવે છે.

ઈરાનમાં પેટ્રોલની કીમત ભારતીય કરન્સીમાં 20.51 રૂપિયા પ્રતિ લિટર છે.

સુડાન, જે ઉત્તર-પૂર્વી આફ્રિકામાં આવેલું છે ત્યાં પણ પેટ્રોલ ખૂબ જ સસ્તા ભાવે મળે છે. ત્યાં ભારતીય કરન્સીમાં પેટ્રોલની કીમત 24.57 રૂપિયા પ્રતિ લિટર છે.

કુવૈત એક નાનકડો ખાડી દેશ છે. ત્યાં પેટ્રોલ વિપુલ પ્રમાણમાં છે. ત્યાં એક લિટર પેટ્રોલની કીમત ભારતીય કરન્સીમાં 25.95 રૂપિયા છે.