ધનશ્રી વર્માને કોઈની ઓળખાણની જરૂર નથી. તેના લાખો ફેન છે. ડાન્સની સાથે-સાથે લોકો તેની સ્ટાઇલના પણ દીવાના છે.

ધનશ્રી સોશિયલ મીડિયા પર એકથી એક લુક્સ શેર કરે છે. તેમજ, તેના સ્ટેડિયમ લુક્સ પણ જોવાલાયક હોય છે.

જ્યારે પણ તે પોતાના પતિને સપોર્ટ કરવા અથવા પછી મેચ જોવા માટે સ્ટેડિયમ આવે છે તો તેના કુલ લુક્સ વાયરલ થઈ જાય છે.

વ્હાઇટ જીન્સ સાથે ડાર્ક પિંક કલરનું ટી-શર્ટ અને તેની સાથે લાઇટ પિંક કલરનું શર્ટ એકદમ કૂલ લાગી રહ્યું છે.

ધનશ્રીએ અહીં પિંક કલરનું સોબર અને એલિગન્ટ કૂર્તો પહેર્યો છે જેના પર ચિકન વર્ક કરેલું છે.

ધનશ્રીએ અહીં બ્લેક જંપસૂટ પહેર્યું છે જેના પર વ્હાઇટ પોલ્કા ડોટ્સવાળી પ્રિન્ટ આપેલી છે. તે ખૂબ જ કૂલ સ્ટાઇલિશ લાગી રહી છે.

એક મેચ દરમિયાન ધનશ્રીએ ગોલ્ડન જંપસૂટ પહેર્યું હતું અને તેમાં પણ તે ખૂબ જ કૂલ લાગી રહી હતી.

ધનશ્રીએ ફ્લોરલ પ્રિન્ટેડ શોર્ટ સ્કર્ટ સાથે વ્હાઇટ પ્લેન ટોપ પહેર્યું છે અને તેની સાથે હેટ કેરી કરી છે. આ લુકમાં તે પરફેક્ટ સમર વાઇબ્સ આપી રહી છે.

વ્હાઇટ ફ્લેયર્ડ જીન્સ સાથે પાઉડર બ્લૂ કલરનું બ્લેઝર એકદમ ક્લાસી લાગી રહ્યું છે.