સાવધાન ! આવી રહી છે વિશ્વ યુદ્ધ કરતા પણ મોટી આફત

એક પછી એક એસ્ટરોઇડ ઝડપી ગતિએ પૃથ્વી તરફ આગળ વધી રહ્યા છે. જે ધરતી પર રહેતા તમામ જીવો માટે મોટી તબાહીથી કમ નથી

એસ્ટરોઇડનું પૃથ્વીની નજીક આવવું ભયાનક સાબિત થઇ શકે છે.

એસ્ટરોઇડની પૃથ્વી સાથે ટક્કર પૃથ્વીના એક મોટા ભાગમાંથી જીવોનો નાશ કરી શકે છે.

એસ્ટરોઇડ 2024 KH3 પૃથ્વીની નજીક આવવા જઈ રહ્યો છે જે 600 ફૂટ મોટો છે.

નાસાએ તેનું કદ એક મોટા બિલ્ડિંગ જેટલું ગણાવ્યું છે. આગામી કેટલાક કલાકોમાં તે પૃથ્વીની ખૂબ નજીકથી પસાર થશે.

પૃથ્વીની નજીક આટલા મોટા લઘુગ્રહનું આવવું એક મોટું જોખમ ભર્યું છે.

આવનારો એસ્ટરોઇડ પૃથ્વીથી 6 મિલિયન કિલોમીટરથી ઓછા અંતરેથી પસાર થશે.

એસ્ટરોઇડનું પૃથ્વી નજીકથી પસાર થવું મોટી દુર્ઘટના લાવી શકે છે, તેથી જ નાસા તેમને ટ્રેક કરે છે.

નાસાના જેપીએલે આવા જ એક મોટા એસ્ટરોઇડ માટે એલર્ટ જાહેર કર્યું છે.