અલ્લુ અર્જુન વિરુદ્ધ આ કલમો હેઠળ નોંધાયો કેસ, જાણો કેટલા વર્ષની થઈ શકે છે સજા

સાઉથનો સુપરસ્ટાર અલ્લુ અર્જુનની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'પુષ્પા-2 ધ રૂલ' આખી દુનિયામાં ધૂમ મચાવી રહી છે, તો બીજી તરફ અલ્લુ અર્જુનની હૈદરાબાદ પોલીસે ધરપકડ કરી લીધી છે.

4 ડિસેમ્બરે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં ફાટી નીકળેલી નાસભાગમાં એક મહિલાના મોતના સંબંધમાં પૂછપરછ માટે સાઉથના સુપરસ્ટારની ધરપકડ કરવામાં આવી છે.

અલ્લુ અર્જુનને આ કેસના સંબંધમાં પૂછપરછ માટે હૈદરાબાદના ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો છે.

અલ્લુ અર્જુન વિરુદ્ધ ભારતીય ન્યાયિક સંહિતા (BNS)ની કલમ 118 (1) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે, આ સિવાય અભિનેતા વિરુદ્ધ કલમ 3/5 હેઠળ કલમ 3(1) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

કલમ 118 (1) હેઠળ એક વર્ષથી લઈને દસ વર્ષ સુધીની સજા થઈ શકે છે. અલ્લુ અર્જુન વિરુદ્ધ અન્ય ચાર કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

અલ્લુની પત્ની અને તેના સસરા તેણે મળવા માટે પોલીસ મથકે પહોંચ્યા હતા.

4 ડિસેમ્બરે પુષ્પા 2 ની રિલીઝ પહેલા, હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં પુષ્પા 2 ની સ્ક્રીનિંગ દરમિયાન થયેલી નાસભાગમાં એક મહિલાના મોત સંદર્ભે અલ્લુની ધરપકડ કરવામાં આવી છે.

દુર્ઘટના બાદ પરિવાર દ્વારા થિયેટર મેનેજમેન્ટ અને અભિનેતા વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. મૃતક મહિલા તેના પતિ અને બાળકો સાથે પુષ્પા 2નો પ્રીમિયર શો જોવા માટે આવી હતી.