દેશમાં આજકાલ કાર મોડિફિકેશનનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે. ખાસ કરીને યુવાનો કારને યુનિક લુક આપવા માટે વિવિધ મોડિફિકેશન કરાવી રહ્યા છે.

પરંતુ શું તમે જાણો છો કે, કારમાં વધુ પડતાં મોડિફિકેશન તમારો ઈન્સ્યોરન્સ ક્લેમ કેન્સલ કરી શકે છે.

સામાન્ય રીતે કાર ઈન્સ્યોરન્સ બે પ્રકારના હોય છે, પ્રથમ કોમ્પ્રિહેંસિવ ઈન્સ્યોરન્સ અને બીજુ થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ.

કોમ્પ્રિહેંસિવ ઈન્સ્યોરન્સ તમારું મોટાભાગનું નુકસાન કવર કરે છે, જ્યારે થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ આકસ્મિક કારણોસર ત્રીજા પક્ષને થયેલા નુકસાન માટે આર્થિક સહાય પ્રદાન કરે છે.

એક્સટર્નલ અપડેટ ફ્રેશ પેઈન્ટ જોબ તથા ડિકલ્સ જેવા નાના-મોટા ફેરફારોથી કોઈ મુશ્કેલી થતી નથી.

પરંતુ બોડી ફ્રેમવર્ક જેમ કે, ફ્લેયર્ડ ફેન્ડર, કસ્ટમ હુડ તથા ટાયર જેવા મોટા ફેરફારો કરો છો, તો તમારા ઈન્સ્યોરન્સ પર અસર થઈ શકે છે. આ કિસ્સામાં મોટાભાગની ઈન્સ્યોરન્સ કંપનીઓ ક્લેમ કેન્સલ કરે છે.

ટર્બોચાર્જર કે નાઈટ્સ ઓક્સાઈડ સિસ્ટમનો ઉપયોગ કરી એન્જિનના પર્ફોર્મન્સમાં વધારો કરે છે. જો કે, આ મોડિફિકેશન ચિંતાનો વિષય બન્યો છે.

આ ફેરફારોના કારણે વ્હિકલ પાવર અને સ્પીડ વધી જાય છે, જેનાથી અકસ્માતનું જોખમ પણ વધે છે.

વધુમાં કારની હાઈટ વધારવા તથા ઘટાડવા માટે સસ્પેન્શન સિસ્ટમ લગાવવા પર પણ પ્રતિબંધ છે. તેનાથી હેન્ડલિંગ અને ગ્રાઉન્ડ ક્લિયરન્સ પર અસર થતી હોવાથી ઈન્સ્યોરન્સ ક્લેમ કેન્સલ થાય છે.

જ્યારે પણ તમે ઈન્સ્યોરન્સ લો છો, ત્યારે તમારી કારની વિગતો નોંધો તેમજ પોલિસી કોસ્ટનું કેલક્યુલેશન કરો.

જો તમે કાર મોડિફાઈ કરાવવા માંગતા હોવ તો તમારો ઈન્સ્યોરન્સ ખર્ચ પણ વધી જાય છે.

મોડિફિકેશન અંગે ઈન્સ્યોરન્સ કંપનીને અવશ્ય માહિતી આપવી જોઈએ. જેથી ક્લેમ વખતે મુશ્કેલી કે કેન્સલ થવાનું જોખમ ન રહે.