ભારત માટે સૌથી વધુ ટેસ્ટ મેચ જીતનાર કેપ્ટન વિરાટ કોહલી છે. તેણે 2014થી 2022 સુધી 68 મેચોમાં કેપ્ટનશિપ કરી અને તેમાંથી 40 જીતવામાં સફળ રહ્યો હતો.
આ યાદીમાં એમએસ ધોની બીજા નંબર પર છે. તેણે 2008થી 2014 દરમિયાન 60 ટેસ્ટ મેચોમાં કેપ્ટનશિપ કરી અને તેમાંથી 27માં જીત મેળવી હતી.
આ મામલે સૌરવ ગાંગુલી ત્રીજા નંબર પર છે. તેણે 2000થી 2005 દરમિયાન 49 ટેસ્ટ મેચોમાં કેપ્ટનશિપ કરી અને તેમાંથી 21 જીતવામાં સફળ રહ્યો હતો.
મોહમ્મદ અઝહરુદ્દીન 1990થી 1999 સુધી ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન હતા. આ સમયગાળા દરમિયાન, તેમણે 47 ટેસ્ટ મેચોમાંથી 14માં જીત મેળવી છે.
આ પછી રોહિત શર્માનો નંબર આવે છે. તેણે 2022થી 16 ટેસ્ટ મેચોમાં ભારતીય ટીમની કેપ્ટનશિપ કરી છે અને આ સમયગાળા દરમિયાન 10 મેચ જીતી છે.
સુનીલ ગાવસ્કરની વાત કરીએ તો તેમણે 1976થી 1985 સુધી ભારતીય ટીમની કેપ્ટનશિપ કરી હતી. આ સમયગાળા દરમિયાન તેમણે 47 ટેસ્ટ મેચોમાંથી 9માં જીત મેળવી છે.
મંસૂર અલી ખાન પટૌડીએ 1962થી 1975 સુધી 40 ટેસ્ટ મેચોમાં ભારતીય ટીમની કેપ્ટનશિપ કરી હતી. આ દરમિયાન તેઓ 9 મેચ જીતવામાં સફળ રહ્યા હતા.
રાહુલ દ્રવિડની વાત કરીએ તો તેણે 2003થી 2007 સુધી ભારતીય ટીમની કેપ્ટનશિપ કરી હતી. આ સમયગાળા દરમિયાન, તેણે 25 ટેસ્ટ મેચોમાં કેપ્ટનશિપ કરી અને 8 મેચ જીતી હતી.