કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ/ 74 વર્ષની અભિનેત્રીએ પોતાની સ્ટાઈલથી જીત્યા બધાના દિલ
વિશ્વના સૌથી પ્રખ્યાત કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની શરૂઆતના પહેલા જ દિવસે, વિશ્વની સૌથી વધુ ચર્ચિત અભિનેત્રી મેરિલ સ્ટ્રીપે તેના આત્મવિશ્વાસથી તમામ સુંદરીઓને બાજુ પર મૂકી દીધી.
ફેસ્ટિવલના શરૂઆતના દિવસે મેરીલને પ્રતિષ્ઠિત પામ ડી'ઓરથી સન્માનીત કરવામાં આવી હતી. કાન્સમાં આપવામાં આવતો સર્વોચ્ચ એવોર્ડ છે.
મેરીલે જે પોશાક પસંદ કર્યો તેમાં કશું જ ખાસ ના હતું, છતાં, તેણીના દેખાવમાં લાવણ્ય અને શક્તિનો ઉત્તમ સંયોજન હતું.
મેરીલે એવોર્ડ સમારોહમાં બટન અપ સફેદ ટ્રાઉઝર, વાદળી અને સફેદ લાઈનીંગવાળા શર્ટ સાથે પાવર શોલ્ડર્સ સૂટ જેકેટ પહેર્યું હતું, ફૂટવેર માટે, મેરીલે સિલ્વર ટોન પંપ હીલ્સ પસંદ કરી હતી.
આ ક્રિસ્પ દેખાતા કપડા તો પોતાની જગ્યાએ હતા, પરંતુ 74 વર્ષની પીઢ અભિનેત્રીએ તેમાં ઉભા રહીને જે પોઝ આપ્યો હતો તે ક્લીન બોલ્ડ કરી ગયા.
મેરિલએ તેના કાનમાં હીરા જડેલા હૂપ્સ પહેર્યા હતા. જ્યારે ઇટાલિયન લક્ઝરી ફેશન હાઉસના સુપર સ્ટાઇલિશ કાળા ચશ્મા તેના ચહેરાની તેજસ્વીતાને વધારી રહ્યા હતા.
દેખાવમાં થોડો અલગ સ્પર્શ ઉમેરવા માટે, તેણીએ બ્લેક રિબનથી શણગારેલી ટોપી પણ પહેરી હતી.
સાચું કહું તો, ફેશન અને ઈવેન્ટ્સને ધ્યાનમાં લઈને મેરિલના કપડાં કોઈ પણ એંગલથી ખાસ કહી શકાય નહીં.
પરંતુ જે રીતે તેણીએ આ સૂટ સેટ અને શર્ટ લુક કેરી કરી અને દરેકનું ધ્યાન આકર્ષિત કર્યું, માત્ર મેરિલ સ્ટ્રીપ જ આ સાહસ કરી શકે છે.