શું ખાલી પેટ નાળિયેર પાણી પી શકાય?
ઉનાળાના સ્વાસ્થ્યવર્ધક પીણાઓમાં નાળિયેર પાણી પ્રથમ આવે છે. આને પીવાથી શરીરને તમામ પોષક તત્વો મળી રહે છે અને શરીરને ડીહાઈડ્રેશન પણ થતું નથી.
નાળિયેર પાણીમાં વિટામિન્સ, મિનરલ્સ અને ઇલેક્ટ્રોલાઇટ સહિત ઘણા પ્રકારના પોષક તત્વો હોય છે - જે સ્વાસ્થ્ય માટે સારા છે.
ન્યુટ્રિશનિસ્ટ કહે છે કે ખાલી પેટે નાળિયેર પાણી પી શકાય છે. તે પેટને ઠંડુ કરે છે.
નાળિયેર પાણીમાં જોવા મળતા ઇલેક્ટ્રોલાઇટ અને એન્ઝાઇમ પાચન સુધારવામાં મદદ કરે છે.
નારિયેળના પાણીમાં ઓછી કેલરી હોય છે અને તેમાં ટ્રાન્સ ફેટ કે કોલેસ્ટ્રોલ હોતું નથી, જે તેને વજન ઘટાડવા માટે યોગ્ય પીણું બનાવે છે.
નારિયેળ પાણીમાં એન્ટિવાયરલ, એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિફંગલ ગુણ હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
નારિયેળ પાણીમાં પોટેશિયમ હોય છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તે હાઈ બ્લડ પ્રેશરનું જોખમ ઘટાડવામાં મદદ કરી શકે છે.