એક વર્ષની વેલિડિટી સાથે BSNLનો સૌથી સસ્તો પ્લાન

જ્યારથી Jio Airtel અને Viએ તેમની રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો છે, ત્યારથી વપરાશકર્તાઓ સસ્તા અને સસ્તો પ્લાન શોધી રહ્યા છે.

જો કે સરકારી ટેલિકોમ એજન્સી BSNLએ ગ્રાહકોને મોટી રાહત આપી છે. BSNL હજુ પણ ગ્રાહકોને જૂના દરો પર રિચાર્જ પ્લાન ઓફર કરી રહી છે.

BSNLના પાસે 70 દિવસ,105 દિવસ, 150 દિવસ, 130 દિવસ, 160 દિવસ, 180 દિવસ, 200 દિવસ અને એક વર્ષ સુધીના ઘણા શાનદાર રિચાર્જ પ્લાન ઉપલબ્ધ છે.

BSNL દ્વારા લિસ્ટમાં 1499 રૂપિયાનો કૂલ રિચાર્જ પ્લાન ઉમેરવામાં આવ્યો છે. આ પ્લાનમાં તમને ઘણી ઉત્તમ સેવાઓ આપવામાં આવે છે.

BSNL આ રિચાર્જ પ્લાનમાં 336 દિવસની વેલિડિટી આપી રહ્યું છે, જેનો અર્થ છે કે તમે લગભગ આખા વર્ષ માટે રિચાર્જની ઝંઝટમાંથી મુક્ત છો.

તમે Jio, Airtel અને Vi નેટવર્ક પર 336 દિવસ સુધી ફ્રી કોલિંગ કરી શકશો.

જો આ પ્લાનમાં તમને 336 દિવસ માટે કુલ 24GB ડેટા મળે છે. જો તમે એવા યૂઝર છો કે જેને વધારે ઈન્ટરનેટની જરૂર નથી તો આ રિચાર્જ પ્લાન તમારા માટે બેસ્ટ સાબિત થઈ શકે છે.

BSNLના આ પ્લાનમાં તમને દરરોજ 100 ફ્રી SMS પણ મળે છે.

જો કે, જો તમને વધુ ડેટાની જરૂર હોય તો તમે 1999 રૂપિયાનો પ્લાન લઈ શકો છો. આ પ્લાનમાં ગ્રાહકોને કુલ 6000GB ડેટા મળે છે.