BSNLએ ગ્રાહકોને આપી દિવાળીની ગિફ્ટ, આ પ્લાનમાં કરોડો વપરાશકર્તાઓને આપ્યો ફ્રી ડેટા

BSNL એ તેના લાખો વપરાશકર્તાઓને ફરી એકવાર ખુશ કર્યા છે.

BSNL તેના 75 દિવસના સસ્તા પ્લાનમાં ફ્રી ડેટા ઓફર કરી રહી છે.

સરકારી ટેલિકોમ કંપનીના આ પ્રીપેડ પ્લાનમાં આખા દેશમાં અમર્યાદિત વોઈસ કોલિંગ ઉપલબ્ધ છે.

આ પ્લાનમાં કંપની યૂઝર્સને દરરોજ 2GB હાઇ સ્પીડ 3G/4G ડેટા ઓફર કરી રહી છે.

આ સિવાય યુઝર્સને આ રિચાર્જ પ્લાનમાં ફ્રી નેશનલ રોમિંગનો લાભ મળે છે.

આ સિવાય યુઝર્સને આ પ્લાનમાં દરરોજ 100 ફ્રી SMSનો લાભ પણ મળે છે.

BSNLનો આ પ્રીપેડ રિચાર્જ પ્લાન 499 રૂપિયામાં આવે છે.

આ પ્લાનથી તમારો BSNL નંબર રિચાર્જ કરવા પર તમને 3GB વધારાનો ડેટા મળશે.

જો કે, આ ઓફર BSNLની સેલ્ફ કેર એપ દ્વારા નંબર રિચાર્જ કરવા પર જ મળશે.