IPL 2026માં સૌથી વધુ રન આપનારા બોલર્સ

સોર્સ : Google

IPL 2026માં અત્યાર સુધી સૌથી વધુ રન આપનારા બોલરનો રેકોર્ડ ગુજરાત ટાઈટન્સના ફાસ્ટ બોલર કાગીસો રબાડાના નામે છે.

સોર્સ : Google

રબાડાએ આ સિઝનમાં GT માટે 13 ઈનિંગ્સમાં બોલિંગ કરી છે, જેમાં 21.95ની એવરેજથી 21 વિકેટ લીધી છે, તેણે 461 રન આપ્યા છે. આ સિઝનમાં રબાડાનો ઈકોનોમી રેટ 9.22 રહ્યો છે.

સોર્સ : Google

IPL 2026માં પંજાબ કિંગ્સ તરફથી રમતા સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર માર્કો યાનસનની સામે પણ બેટ્સમેનોએ ખૂબ રન બનાવ્યા છે. આ સિઝનમાં તેણે 12 મેચોમાં 11 ઈનિંગ્સમાં બોલિંગ કરી છે.

સોર્સ : Google

તેણે 64.28ની એવરેજ અને 10.38ના ઈકોનોમી રેટથી માત્ર 7 વિકેટ લીધી છે, તેણે 450 રન આપ્યા છે.

સોર્સ : Google

IPL 2026 દરમિયાન મેદાન પર અને બહાર વિવિધ કારણોસર સમાચારમાં રહેનાર અર્શદીપ સિંહ આ યાદીમાં ત્રીજા ક્રમે છે. આ IPL સીઝન અર્શદીપ સિંહ માટે એક દુઃસ્વપ્નથી ઓછી નથી.

સોર્સ : Google

તેણે 12 મેચોમાં 12 ઈનિંગ્સમાં બોલિંગ કરી છે, જેમાં 34.38ની એવરેજથી માત્ર 13 વિકેટ લીધી છે અને 446 રન આપ્યા છે. તેનો ઈકોનોમી રેટ 9.69 રહ્યો છે.

સોર્સ : Google

IPL 2026માં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમી રહેલા અંશુલ કંબોજ માત્ર વિકેટ લેનાર બોલર નહીં, પરંતુ ખૂબ રન આપનાર પણ છે.

સોર્સ : Google

અંશુલ કંબોજે આ IPL સિઝનમાં 12 મેચ રમી છે, જેમાં 12 ઈનિંગ્સમાં બોલિંગ કરી છે. તેણે 22.52ની એવરેજથી 19 વિકેટ અને આ સમયગાળા દરમિયાન તેણે 428 રન આપ્યા છે.

સોર્સ : Google

ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી, જે IPL 2026માં લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી રમી રહ્યો છે, તે હાલમાં આ યાદીમાં 5મા ક્રમે છે.

સોર્સ : Google

શમીએ વર્તમાન IPL સિઝનમાં બધાની અપેક્ષા મુજબનું પ્રદર્શન નથી કર્યું. શમીએ 13 ઈનિંગ્સમાં બોલિંગ કરી છે, જેમાં 29.42ની એવરેજથી 14 વિકેટ લીધી છે અને 414 રન આપ્યા છે.

સોર્સ : Google