મિસ ઈન્ડિયાના પ્રેમમાં પડી એક બેંક કર્મચારી બન્યો બોલિવૂડનો 'બાબુ ભૈયા'

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા પરેશ રાવલ આજે તેમનો 69મો જન્મદિવસ ઉજવી રહ્યા છે.

પરેશ રાવલે પોતાના ઉત્કૃષ્ટ અભિનયથી દર્શકોનું ખૂબ જ મનોરંજન કર્યું છે.

અભિનેતાએ તેની કારકિર્દીની શરૂઆત બેંક ઓફ બરોડાથી કરી હતી. જોકે તેમણે ત્રણ દિવસમાં જ નોકરી છોડી દીધી અને ફિલ્મોમાં પોતાનું નસીબ અજમાવ્યું.

1982માં પરેશને ગુજરાતી ફિલ્મ 'નસીબની બલિહારી'માં કામ કરવાનો મોકો મળ્યો. વર્ષ 1984માં આમિર ખાન અને મીરા નાયરની ફિલ્મ 'હોલી'થી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો.

1985માં 'અર્જુન' ફિલ્મથી ઓળખ મળી, કારકિર્દીની શરૂઆતમાં, મોટાભાગે ગ્રે શેડવાળા પાત્રો ભજવ્યા, પરંતુ પછી તેણે તેમાંથી બહાર આવવાનું નક્કી કર્યું,

તેણે 'હેરા-ફેરી', 'વેલકમ', 'હંગામા', 'OMG' અને હલચલ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. 'હેરા-ફેરી'માં બાબુ રાવના પાત્ર પછી લોકો તેને વધુ પસંદ કરવા લાગ્યા.

પરેશ રાવલ મિસ ઈન્ડિયા સ્વરૂપ સંપતના પ્રેમમાં પડ્યા હતા, 12 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા પછી, વર્ષ 1987માં બંનેએ લગ્ન કર્યા. બંનેને બે બાળકો આદિત્ય અને અનિરુદ્ધ છે.