શાહરૂખ ખાન બોલિવૂડના સૌથી વધુ કમાણી કરનારા સ્ટારમાંથી એક છે. શાહરૂખની જેમ તેનો બોડીગાર્ડ પણ સૌથી મોંઘો બોડીગાર્ડ છે. શાહરૂખ ખાનના બોડીગાર્ડનું નામ રવિ છે. રવિ વર્ષના 3 કરોડ રૂપિયા કમાય છે. શાહરૂખ પાર્ટીમાં જાય કે પ્રમોશનમાં રવિ તેની સાથે જ જોવા મળે છે.

સલમાન ખાન પણ પોતાની સુરક્ષા પર કરોડો રૂપિયા ખર્ચ કરે છે. સલમાનનો બોડીગાર્ડ શેરા 29 વર્ષથી તેની સાથે કામ કરે છે. સલમાનની સુરક્ષા કરનાર શેરા વાર્ષિક 2 કરોડ રૂપિયા કમાય છે.

આમિર ખાનની સુરક્ષાની જવાબદારી યુવરાજ ઘોરપડે પર છે. યુવરાજ બોડી બિલ્ડર છે. આમિરનો બોડીગાર્ડ યુવરાજ પણ વાર્ષિક 2 કરોડ રૂપિયા કમાય છે.

અમિતાભ બચ્ચનની સુરક્ષાની જવાબદારી જિતેન્દ્ર શિંદેના ખભા પર છે. જિતેન્દ્ર 2015થી અમિતાભની સાથે છે. અમિતાભ તેની સુરક્ષા માટે વાર્ષિક 1.5 કરોડ રૂપિયા ચુકવે છે.

માર્શલ આર્ટ્સમાં માહેર અક્ષય કુમારનો બોડીગાર્ડ શ્રેયસ ઠેલે છે. શ્રેયસ ઠેલેની વાર્ષિક આવક 1 કરોડ 2 લાખ રૂપિયા છે. અક્ષયના પુત્ર આરવની સુરક્ષાની જવાબદારી પણ શ્રેયસ ઠેલે પર છે.