બોલિવૂડના આ સ્ટાર્સે ના જાળવ્યો બાપનો વારસો

બોલિવૂડના પ્રખ્યાત સ્ટાર શેખર સુમનનો પુત્ર અધ્યયન સુમન એક પણ હિટ ફિલ્મ આપી શક્યો નથી. હાલમાં જ અધ્યયન વેબ સીરિઝ હિરામંડીમાં જોવા મળ્યો હતો.

યશ ચોપરાનો પુત્ર ઉદય ચોપરા પણ ફિલ્મોમાં વધુ નામ કમાઈ શક્યો નથી. કેટલીક ફિલ્મોને બાદ કરતાં ઉદયની કોઈપણ ફિલ્મે ખાસ કંઈ કર્યું નથી.

શત્રુઘ્ન સિંહાનો પુત્ર લવ સિંહા પણ બોક્સ ઓફિસ પર કમાલ કરવામાં નિષ્ફ્ળ રહ્યો છે.

આ યાદીમાં બોલિવૂડ સ્ટાર ફિરોઝ ખાનના પુત્ર ફરદીન ખાનનું નામ પણ સામેલ છે. તેણે ડ્રગ્સની લતને કારણે તેની કારકિર્દી બરબાદ કરી દીધી હતી.

ધર્મેન્દ્ર અને હેમા માલિનીની દીકરી એશા દેઓલ પણ બોલિવૂડમાં ખાસ નામ કમાઈ શકી નથી. એશાને કેટલીક ફિલ્મો પછી ફ્લોપનું લેબલ મળ્યું.

બોની કપૂરનો લાડલો અર્જુન કપૂરની ઘણી ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી છે.

અમિતાભ બચ્ચનનો પુત્ર અભિષેક બચ્ચન પણ તેના પિતા જેટલી ખ્યાતિ મેળવી શક્યો નથી.