90ના દાયકાની સુપરહિટ એક્ટ્રેસ સોનાલી બેન્દ્રે અનંત અને રાધિકાના લગ્નમાં પરિવાર સાથે પહોંચી હતી.

હીરામંડીની આલમઝેબ મામા સંજય લીલા ભણસાલી સાથે અનંત-રાધિકાના લગ્નમાં સામેલ થઇ હતી.

જાવેદ અખ્તર તેમજ તેમની પત્ની અને પ્રખ્યાત અભિનેત્રી શબાના આઝમી પણ અનંત-રાધિકાના લગ્નમાં હાજર રહ્યા હતા.

આ ખાસ પ્રસંગ માટે હૃતિક રોશને બ્લેક કલરનો આઉટફિટ પસંદ કર્યો હતો, જેમાં તે હેન્ડસમ લાગી રહ્યો હતો.

જેનેલિયા અને રિતેશ દેશમુખ પણ અનંત-રાધિકાના લગ્નમાં સામેલ થયા હતા. બંને ટ્રેડીશનલ આઉટફિટમાં સુંદર લાગી રહ્યા હતા.

અનંત-રાધિકાના લગ્નમાં બોની કપૂરની લાડલી જ્હાનવી કપૂરે ગોલ્ડન લહેંગા ચોલી સાથે જેકેટ સ્ટાઇલ કર્યું હતું.

બોલિવૂડની એવરગ્રીન અભિનેત્રી રેખા એ ગોલ્ડન અને મરૂન આઉટફિટમાં પણ આકર્ષણ જમાવ્યું હતું.

અનંત-રાધિકાના લગ્નમાં પૂજા હેગડે યેલો લહેંગા અને જ્વેલરીમાં ખુબ જ સુંદર લાગી રહી હતી.

બોલિવૂડ સ્ટાર સિવાય પૂર્વ દિગ્ગજ ક્રિકેટર અને હાલમાં ભારતીય ટીમના હેડ કોચ તરીકે પસંદગી પામેલ ગૌતમ ગંભીર પણ તેમની પત્ની સાથે અંબાણી પરિવારના પ્રસંગમાં હાજર રહ્યા હતા.