અનંત-રાધિકાના લગ્નમાં દેશ-વિદેશથી સેલેબ્સ આવ્યા હતા અને દરેકે કપલને લગ્નમાં શાનદાર ભેટ આપી હતી. તો ચાલો અમે તમને જણાવીએ કે લગ્નમાં બોલિવૂડ સેલેબ્સે કઈ ખાસ ભેટ આપી.

અનંત-રાધિકાના લગ્નમાં શાહરૂખ ખાન પત્ની ગૌરી અને બંને બાળકો સાથે પહોંચ્યો હતો. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે કિંગ ખાને આ કપલને લગ્નની ભેટ તરીકે ફ્રાન્સમાં 40 કરોડ રૂપિયાનો લક્ઝરી એપાર્ટમેન્ટ ગિફ્ટ કર્યો છે.

અંબાણી પરિવારના આમંત્રણ પર અમિતાભ બચ્ચન તેમના પરિવાર સાથે લગ્નમાં સામેલ થયા હતા. જો અહેવાલોનું માનીએ તો બચ્ચન પરિવારે રાધિકાને રૂ. 30 કરોડની કિંમતનો હીરા અને નીલમનો નેકપીસ ભેટમાં આપ્યો.

અનંત-રાધિકાના લગ્નમાં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહએ 20 કરોડ રૂપિયાની કસ્ટમાઈઝ્ડ રોલ્સ રોયસ કાર ગિફ્ટ કરી હતી.

અનંત-રાધિકાના લગ્નમાં સલમાન ખાને પોતાના શ્રેષ્ઠ અંદાજમાં હાજરી આપી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક્ટરે કપલને 15 કરોડ રૂપિયાની સ્પોર્ટ્સ બાઈક ગિફ્ટ કરી છે.

આ લગ્નમાં આલિયા ગુલાબી રંગની સુંદર સાડી પહેરીને આવી હતી જ્યારે રણબીર કપૂર ક્રીમ રંગની શેરવાનીમાં જોવા મળ્યો હતો. રિપોર્ટ્સ અનુસાર, બંનેએ લગ્નમાં અનંત-રાધિકાને 9 કરોડ રૂપિયાની મર્સિડીઝ કાર ગિફ્ટ કરી હતી.

અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્ના સાથે કોવિડમાંથી ઠીક થયા બાદ રિસેપ્શનમાં પહોંચ્યો હતો. તેણે અનંત-રાધિકાને લગ્નમાં 60 લાખની સોનાની પેન ગિફ્ટ કરી છે.

આ લગ્નમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી પણ આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમણે અનંત-રાધિકાને 25 લાખ રૂપિયાની કિંમતની હાથથી બનાવેલી શાલ ગિફ્ટમાં આપી હતી.

કેટરીના કૈફ બ્રાઇટ રેડ કલરની સાડીમાં તો વિકી કૌશલ લાઇટ કલરની પ્રિન્ટેડ શેરવાનીમાં એક-બીજાને કોમ્પ્લિમેન્ટ આપી રહ્યા હતા. રિપોર્ટ્સ મુજબ બંનેએ 19 લાખ રૂપિયાની સોનાની ચેન ગિફ્ટ કરી હતી.