આજે દેશભરમાં રાખડીનો તહેવાર ધામધૂમથી ઉજવાશે. ત્યારે બોલિવૂડ એક્ટ્રેસિસ પણ તેમની બહેનો સાથે રાખીનો તહેવાર ઉજવે છે. આ લિસ્ટમાં આલિયા ભટ્ટથી લઈને શિલ્પા શેટ્ટી સુધીના નામ સામેલ છે. આ એક્ટ્રેસિસના કોઈ ભાઈ નથી.
આજે અમે તમને બોલિવૂડની એવી સુંદરીઓ વિશે જણાવી રહ્યા છીએ જેમના કોઈ ભાઈ નથી. આ એક્ટ્રેસિસ પોતાની બહેનો સાથે રાખીનો તહેવાર ઉજવે છે. તે ક્યારેય તેમની બહેનોને કોઈ વસ્તુની કમી મહેસુસ થવા દેતી નથી.
શિલ્પા શેટ્ટી તેની નાની બહેન શમિતાને ખૂબ પ્રેમ કરે છે. બંને એકબીજાનું ખૂબ ધ્યાન રાખે છે. આ ખાસ દિવસે શમિતા મોટી બહેનને રાખડી બાંધે છે.
જાહ્નવી કપૂર તેની નાની બહેન ખુશીને ખૂબ પ્રેમ કરે છે. બંને વચ્ચેનો આ પ્રેમ અવાર-નવાર જોવા મળે છે. જાહ્નવી અનેક વખત તેની બહેન ખુશી સાથેના ફોટોઝ સોશિયલ મીડિયામાં શેર કરતી હોય છે.
કરીના કપૂરનો કોઈ ભાઈ નથી. અભિનેત્રીની એક મોટી બહેન છે કરિશ્મા કપૂર. બંને બહેનો એકબીજા સાથે સુખ-દુઃખ શેર કરતી હોય છે. કરીના અને કરિશ્મા ઘણી વખત સાથે પાર્ટી કરતા અને વેકેશન એન્જોય કરતા પણ જોવા મળી છે.
આલિયા ભટ્ટનો કોઈ ભાઈ નથી. અભિનેત્રી તેની બહેન શાહીનને ખૂબ પ્રેમ કરે છે. બંને અવારનવાર એકબીજા સાથે ફોટો અને વીડિયો શેર કરતા હોય છે. જોકે, આલિયાની બહેન શાહીન લાઈમલાઇટથી દૂર રહેવું પસંદ કરે છે.
કાજોલે પોતાના અભિનયથી લોકોના દિલ જીતી લીધા છે. અભિનેત્રીનો કોઈ નથી. અભિનેત્રી તેની બહેન તનુષી સાથે ખાસ બોન્ડ શેર કરે છે.
દીપિકા પાદુકોણ તેની બહેનને ખૂબ પ્રેમ કરે છે. અભિનેત્રી ઘણીવાર તેની બહેન સાથે ફેમિલી ફંક્શનમાં જાય છે. જોકે, દીપિકાની બહેન લાઈમલાઈટથી દૂર રહે છે.
કૃતિ અને નુપુર સેનન એકબીજાને ખૂબ પ્રેમ કરે છે. બંને બહેનો વેકેશનથી લઈને પાર્ટીઓમાં સાથે જોવા મળે છે. નુપુર સેનન પણ બોલિવૂડમાં એક્ટિવ છે.
ભૂમિ તેની બહેનને ખૂબ પ્રેમ કરે છે. અભિનેત્રીનો કોઈ ભાઈ નથી પરંતુ તેણે તેની નાની બહેનને ક્યારેય કોઈ વસ્તુની કમી અનુભવવા દીધી નથી.