એક્ટ્રેસ મૃણાલ ઠાકુરે પોતાના પાત્રથી દર્શકોના દિલમાં એક અમિટ છાપ છોડી છે.
‘જર્સી’થી લઈને ‘સીતા રામમ’ અને ‘હાય નન્ના’ સુધી મૃણાલ ઠાકુરે પોતાની શાનદાર એક્ટિંગ સ્કિલ દર્શાવી છે.
જોકે, એક સમય એવો પણ હતો જ્યારે એક્ટ્રેસે અનેક ફિલ્મો માત્ર એક જ કારણથી છોડી દીધી હતી.
મૃણાલ ઠાકુરે એક ઈન્ટરવ્યૂમાં આ ફિલ્મો છોડવા પાછળનું કારણ ઈન્ટિમેટ સીન્સ બતાવ્યું હતું.
મૃણાલ ઠાકુરે કહ્યું કે, તેના માતા-પિતા ફિલ્મમાં એક્ટ્રેસના ઈન્ટિમેટ સીન્સને લઈને કમ્ફર્ટેબલ નથી.
જોકે, એક સમય પછી મૃણાલે પોતાના માતા-પિતાને સમજાવ્યું કે તે આ કારણથી કોઈ ફિલ્મને રિજેક્ટ નથી કરી શકતી.
મૃણાલે કહ્યું કે, હું એક ફિલ્મ કરવા ઈચ્છતી હતી પરંતુ માત્ર કિસિંગ સીનના કારણે મેં તેને રિજેક્ટ કરી દીધી.
તેણે કહ્યું, ઘણઈ વખત સીનની ડિમાંડ હોય છે અને એક એક્ટર તરીકે તેણે તેના માટે તૈયાર રહેવું જોઈએ.
જો તમે કમ્ફર્ટેબલ ન હોવ તો વાત કરી શકો છો, પરંતુ મેં તેના કારણે અનેક ફિલ્મો રિજેક્ટ કરી નાખી.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર