કરવા ચોથનો તહેવાર દરેક પરિણીત મહિલા માટે ખાસ હોય છે. આ દિવસે પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે. આખો દિવસ નિર્જળ ઉપવાસ રાખે છે.

સામાન્ય મહિલાઓની જેમ બોલિવૂડ અભિનેત્રીઓમાં પણ આ તહેવારનો ક્રેઝ જોવા મળે છે. શિલ્પા શેટ્ટીથી લઈને સોનમ કપૂરે પતિના નામની મહેંદીની સુંદર તસવીરો શેર કરી છે.

ફેશન ક્વીન ગણાતી સોનમ કપૂરે પોતાના હાથ પર પતિ અને પુત્રના નામ સાથે મહેંદી લગાવી છે. આ સાથે અભિનેત્રીએ જણાવ્યું કે, તેણે ઉપવાસ નથી રાખ્યો, પરંતુ તેને મહેંદી લગાવવી, તૈયાર થવું અને કરવા ચોથનું ખાવા પસંદ છે.

શિલ્પા શેટ્ટી દરેક તહેવારો ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. હોળી હોય કે ગણેશ ચતુર્થી કે પછી કરવા ચોથ અભિનેત્રી કોઈપણ તહેવારમાં ઉત્સાહપૂર્વક ભાગ લે છે. શિલ્પાએ તેની સરગી અને મહેંદીની ઝલક બતાવી છે.

પરિણીતિ ચોપરાએ તેના હાથની પાછળના ભાગમાં હાર્ટની ડિઝાઇનની મહેંદી લગાવેલી તસવીર શેર કરી છે. પરિણીતિ ચોપરા નવી દિલ્હીમાં તેના સાસરિયાના ઘરે કરવા ચોથની ઉજવણી કરશે.

'કુંડલી ભાગ્ય' અભિનેત્રી શ્રદ્ધા આર્યા ગર્ભવતી છે. પરંતુ તેમ છતાં તે કરવા ચોથનો તહેવાર ઉજવશે. તેણે પીળા આઉટફિટમાં મહેંદી સાથે તેની સુંદર તસવીર શેર કરી છે.

ભાગ્યશ્રીએ મિત્રની પાર્ટીમાંથી કરવા ચોથની ઉજવણીનો વીડિયો શેર કર્યો હતો. આ સાથે તેણે આ વીડિયોમાં પોતાની મહેંદીની ઝલક પણ બતાવી હતી.