ભુવનેશ્વર કુમારે બનાવ્યો રેકોર્ડ, આ કામ કરનાર પહેલો ભારતીય ફાસ્ટ બોલર બન્યો

રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં મેદાનમાં ઉતરતા જ ભુવનેશ્વર કુમારે એક ખાસ સિદ્ધિ હાંસલ કરી છે.

ભુવનેશ્વર 300 T20 મેચ રમનાર પ્રથમ ભારતીય ફાસ્ટ બોલર બની ગયો છે.

ભુવનેશ્વર આ વર્ષે IPLમાં RCB તરફથી રહી રહ્યો છે. આવી સ્થિતિમાં 13 એપ્રિલના રોજ RCB અને RR વચ્ચે રમાયેલી મેચ તેની 300મી T20 મેચ હતી.

ભુવનેશ્વર પછી, હાર્દિક પંડ્યા બીજા સ્થાને છે જેણે અત્યાર સુધીમાં 291 T20 મેચ રમી છે.

જસપ્રીત બુમરાહ 234 T20 મેચો સાથે યાદીમાં ત્રીજા ક્રમે છે. બુમરાહે તાજેતરમાં જ ઈજામાંથી વાપસી કરી છે.

હર્ષલ પટેલે અત્યાર સુધીમાં 204 ટી20 મેચ રમી છે અને તે ભારતનો ચોથો ફાસ્ટ બોલર છે જેણે સૌથી વધુ T20 મેચ રમી છે.