કુદરતી સૌંદર્યથી ભરપૂર ભારતનો પડોશી દેશ નેપાળ ઓછા બજેટમાં મુસાફરી કરવા માટે શ્રેષ્ઠ છે.

આપણો અન્ય પાડોશી દેશ ભૂટાન પણ સુંદરતાના મામલામાં ઓછો નથી. તમે અહીં ઓછા બજેટમાં વિઝા ફ્રી મુસાફરી કરી શકો છો.

અંગકોર વાટના પ્રાચીન મંદિર માટે પ્રખ્યાત, કંબોડિયા દેશ તેના સાંસ્કૃતિક વારસા માટે જાણીતો છે.

ઈન્ડોનેશિયામાં આવેલ 'બાલી' ઓછા બજેટ ફરવા અને કુદરતી સૌંદર્ય જોવા માટે બેસ્ટ છે. તે બીચ, ફૂડ અને રોડ ટ્રિપ્સ માટે જાણીતું છે.

વિદેશ ફરવાના શોખીન પ્રવાસીઓ ઓછા બજેટમાં મલેશિયાનો સાંસ્કૃતિક વારસો અને સુંદર નજારા માણી શકે છે.

ભારતનો પાડોશી દેશ શ્રીલંકા તેના ભવ્ય અને પ્રાચીન મંદિરો માટે પ્રખ્યાત છે, તે બજેટમાં ફરવા માટે પરફેક્ટ સ્થળ છે.

માલદીવ રિસોર્ટ અને લક્ઝરી હોટેલ્સ માટે જાણીતી એક ખૂબ જ સુંદર જગ્યા છે. જ્યાં તમે ઓછા બજેટમાં સુંદર નજારા જોઈ શકો છો.

દરિયા કિનારા, સ્ટ્રીટ ફૂડ અને રોડ ટ્રિપ્સ માટે પ્રખ્યાત 'થાઈલેન્ડ' પણ આ યાદીમાં સામેલ છે. ઓછા બજેટમાં પણ અહીંની મુલાકાત લઇ શકો છો.

તમે ઓછા બજેટમાં વિયેતનામમાં લક્ઝરી હોટેલ્સ, ફૂડ અને કુદરતી સૌંદર્યનો પણ આનંદ લઈ શકો છો.