ઉનાળામાં શક્કરટેટી ખાવાના ફાયદા
શક્કર ટેટી પાણીની પૂર્તિ કરે છે. તેમાં મોજૂદ વિટામિન મિનરલ્સ આપને દિવસભર ઊર્જાવાન રાખે છે. શક્કર ટેટી આપની ત્વચાને પણ હાઇડ્રેઇટ રાખે છે.
શક્કરટેટીમાં એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં છે.જે વધતી ઉંમરની અસરોને ઓછી કરે છે. તણાવ ઓછો કરે છે, સ્કિનને યંગ રાખવમાં મદદ કરે છે.
નિયમિત રીતે શક્કરટેટી ખાવાથી હાર્ટ અટેકનું જોખમ ઘટે છે. તે રક્ત નળીમાં લોહી જામવા નથી દેતું.
શક્કરટેટીનું સેવન જ નહી તેને ચહેરા પર લગાવવાથી પણ ફાયદો થાય છે. સ્કિન હાઇડ્રેઇટ રહેવાની સાથે સ્કિન ટેનથી પણ છુટકારો મળે છે.
શક્કરટેટીમાં મોજૂદ વિટામિન એ, આંખો અને વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. જેમાં બીટા કેરોટીન પણ મળે છે. જે આંખો માટે ખૂબ જ પ્રભાવી છે.
શક્કર ટેટીમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે. તેમાં પાણી પણ ભરપૂર છે ઉપરાંત શર્કરાની માત્રા ઓછી છે જે વજન વધતું રોકે છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર