શિયાળાની શરૂઆતની સાથે-સાથે થોડી-થોડી ઠંડીની પણ શરૂઆત થઈ ગઈ છે.
સોર્સ : Google
આ સમયે લોકોને તડકામાં બેસીને મગફળી ખાવી ખૂબજ ગમતા હોય છે. કેટલાક લોકો મગફળીને છોલીને સીધી જ ખાવાનું પસંદ કરે છે, તો કેટલાક લોકો તેને શેકીને ખાવાનું પસંદ કરે છે.
સોર્સ : Google
મગફળી ઠંડીમાં ખાવાથી ઘણા પ્રકારના ફાયદા થાય છે. તેમાં વધુ પ્રમાણમાં એન્ટીઓક્સીડન્ટ્સ જોવા મળે છે. આ સાથે જ, એન્ટી-બેક્ટેરિયલ તત્વો પણ હોય છે જે ત્વચાને ખરાબ થવાથી બચાવે છે. વળી, ઘા ભરવામાં પણ મદદ કરે છે.
સોર્સ : Google
મગફળીનો સ્વભાવ ગરમ હોય છે. આ કારણે તેનાથી શરીર ગરમ રહે છે અને ઠંડી લાગવાનો ભય લગભગ નથી. જોકે, એક દિવસમાં 50 ગ્રામથી વધુ સેવન કરવું જોઈએ નહીં. વધુ સેવનથી નુકસાન પણ થઈ શકે છે.
સોર્સ : Google
મગફળીને ઊર્જાનો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે. તેમાં લોહ અને કેલ્શિયમ વધુ પ્રમાણમાં જોવા મળે છે. તેથી તેનું સેવન કરવાથી ન માત્ર હાડકાં મજબૂત બને, પણ રક્તની ઉણપ પણ પૂરી થાય છે.
સોર્સ : Google
મગફળીમાં વિટામિન B અને સ્વસ્થ મોનો અનસૅચ્યુરેટેડ ફૅટ મળી આવે છે. તેને કારણે હૃદયની બીમારીઓનું જોખમ ઘટી જાય છે. વળી, કેટલાક એન્ઝાઇમ્સ પણ હોય છે, જે પેટને સાચવે છે.