ચોમાસામાં જાંબુ ખાવાથી મળે છે આ ત્રણ મોટા ફાયદા
જાંબુ એક મોસમી ફળ છે, જે ચોમાસા દરમિયાન બજારમાં જોવા મળે છે.
જાંબુને બ્લેક પ્લમ અથવા જાવા પ્લમ પણ કહેવામાં આવે છે, તે સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે.
જાંબુ વિટામિન, મિનરલ્સ અને એન્ટી-ઓકિસડન્ટોથી ભરપૂર છે, જે ચોમાસામાં સ્વસ્થ રહેવામાં મદદ કરે છે. ચાલો જાણીએ કે જાંબુ ખાવાના ત્રણ મોટા ફાયદા શું છે.
જાંબુ વિટામિન C અને એન્ટી-ઓકિસડન્ટનો સમૃદ્ધ સ્ત્રોત છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. દરરોજ મુઠ્ઠીભર જાંબુ ખાવાથી ચોમાસામાં મોસમી રોગોથી બચી શકાય છે.
ચોમાસામાં ભેજને કારણે, અપચો અને બ્લોટિંગ જેવી પાચન સમસ્યાઓ સામાન્ય બની જાય છે. જાંબુમાં ફાઈબર અને કુદરતી એન્ઝાઈમ હોય છે, જે પાચનમાં સુધારો કરે છે.
જાંબુ ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાન છે. તેમાં ગ્લાયકેમિક ઈન્ડેક્સ ઓછો હોય છે, જે બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.