જાણો શિયાળામાં લીલા ચણા ખાવાથી થતા ફાયદા

લીલા ચણાનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે.

લીલા ચણા વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે જે ઈમ્યુનિટીને સ્ટ્રોંગ કરે છે. સાથે જ તે વાઇરલ સંક્રમણ થવાના જોખમને પણ ઘટાડે છે.

લીલા ચણામાં ઘુલનશીલ ફાઇબર હોય છે. જે બ્લડ સુગરને નોર્મલ રાખવામાં મદદ કરે છે.

લીલા ચણાનું સેવન કરવાથી બ્લડમાં ગ્લુકોઝ અને લિપીડ પ્રોફાઈલ પર સકારાત્મક અસર થાય છે. તેનાથી ટાઈપ ટુ ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં મદદ મળે છે.

લીલા ચણામાં જે ફાઇબર હોય છે તે પાચન સુધારે છે. તેનું સેવન કરવાથી કબજિયાત મટે છે અને પાચન તંત્ર સારું રહે છે.

લીલા ચણા વિટામિન એથી ભરપૂર હોય છે તેનું સેવન કરવાથી આંખનું તેજ વધે છે. લીલા ચણા ખાવાથી આંખમાં થતી ઘણી બધી સમસ્યાથી બચી શકાય છે.

લીલા ચણામાં એવા તત્ત્વ હોય છે જે મગજની કોશિકાઓને મુક્ત કણોથી થતા નુકસાનથી બચાવે છે. લીલા ચણા ખાવાથી યાદશક્તિ પણ સુધરે છે.