શત્રુઘ્ન સિંહા અને પૂનમ સિંહાની લાડલી સોનાક્ષી સિંહા લગ્ન કરવા જઈ રહી છે. જોકે, ઝહીર ઈકબાલ અને સોનાક્ષી સિંહાના લગ્ન પહેલા પણ સોનાક્ષીનું નામ 4 લોકો સાથે જોડાય ચૂક્યું છે ત્યારે આજે સોનાક્ષીનું અત્યાર સુધી કોની સાથે અફેર રહ્યું તે જાણીએ.
સૌથી પહેલું નામ અર્જુન કપૂરનું આવે છે. અર્જુન અને સોનાક્ષીએ ફિલ્મ 'તેવર'માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ હતી. બીજી તરફ તેમની નિકટતાના સમાચાર પણ આવવા લાગ્યા હતા. જોકે, સોનાક્ષી અને અર્જુને ક્યારેય આ વાત કન્ફર્મ કરી નહોતી.
'આર રાજકુમાર'માં શાહિદ કપૂર અને સોનાક્ષી સિંહાની જોડી હિટ રહી હતી. બધાને તેમના ગીતો અને કેમેસ્ટ્રી ગમતી હતી. ફિલ્મ પછી બંનેના નામ જોડાયા હતા પરંતુ આ ગપસપ ટૂંક સમયમાં શમી ગઈ હતી.
સોનાક્ષી સિંહા લાંબા સમય સુધી બંટી સજદેહ સાથે રિલેશનશિપમાં હતી. એવું કહેવાય છે કે, બંનેએ વર્ષ 2012માં એક-બીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. તે સમયે બંટી સોનાક્ષીનું એન્ડોર્સમેન્ટ કામ સંભાળતો હતો. ઉલ્લેખનીય છે કે, બંટી સોહેલ ખાનની પૂર્વ પત્ની સીમા સજદેહનો ભાઈ છે.
સોનાક્ષી સિંહાનું નામ સિનેમાના મેનેજિંગ ડિરેક્ટર આદિત્ય શ્રોફ સાથે પણ જોડાઈ ચૂક્યું છે. તેમના સંબંધોને લઈને ઘણા સમાચાર આવતા હતા પરંતુ ટૂંક સમયમાં જ બંને અલગ થઈ ગયા હતા.
વર્ષ 2022માં ઝહીર અને સોનાક્ષીએ તેમના સંબંધો જાહેર કર્યા હતા. સોનાક્ષી ઝહીરને સલમાન મારફતે મળી હતી. બંને હવે લગ્ન કરી રહ્યા છે.