હિના ખાન પહેલા, આ અભિનેત્રીઓ પણ બની છે બ્રેસ્ટ કેન્સરનો શિકાર
સ્તન કેન્સર એક જીવલેણ રોગ છે, ઘણા લોકો દર વર્ષે તેનો ભોગ બને છે.
આ સાંભળીને માત્ર ચાહકો જ નહીં પરંતુ સેલેબ્સ પણ ચોંકી ગયા છે અને તેઓ તેમના જલ્દી સ્વસ્થ થવાની કામના કરી રહ્યા છે.
અભિનેત્રી હિના ખાને પોતાના બ્રેસ્ટ કેન્સરના ત્રીજા સ્ટેજમાં હોવાની માહિતી ચાહકો સાથે શેર કરી છે.
હિના ખાન પહેલા પણ ટીવી અને બોલિવૂડની એવી અભિનેત્રીઓ છે જેણે આનાથી સંઘર્ષ કર્યો છે.
પહેલું નામ છે અભિનેત્રી મહિમા ચૌધરીનું, જેણે બ્રેસ્ટ કેન્સર સામે જંગ લડી છે.
બીજું નામ છે અભિનેત્રી સોનાલી બેન્દ્રેનું, જે વર્ષ 2018માં સ્તન કેન્સરથી પીડિત હતી, તેણી સારવાર પછી, 2019 માં કેન્સર મુક્ત થઈ.
આયુષ્માન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપને સ્ટેજ પણ કેન્સર હતું. પરંતુ હવે તે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગઈ છે.
અભિનેત્રી છવી મિત્તલે પણ થોડા સમય પહેલા બ્રેસ્ટ કેન્સર હોવાની માહિતી શેર કરી હતી.
દક્ષિણ ભારતીય અભિનેત્રી હમસા નંદિની પણ કેન્સર નો શિકાર બની ચુકી છે.
અભિનેત્રી શગુફ્તા અલી પણ સ્તન કેન્સર સામે લડી ચુકી છે.