બીસીસીઆઈના વર્તમાન સચિવ જય શાહ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ના અધ્યક્ષ બન્યા છે.
જય શાહ ICCના અધ્યક્ષ બનતા તેમને BCCIનું પદ છોડવું પડશે.
આઈસીસીના વર્તમાન અધ્યક્ષ ગ્રેગ બાર્કલેનો કાર્યકાળ 30 નવેમ્બરે સમાપ્ત થઈ રહ્યો છે
જય શાહને ICCમાં લગભગ તમામ સભ્યોનું સમર્થન મળ્યુ હતું.
આઈસીસીના નિયમો અનુસાર ચેરમેનની ચૂંટણીમાં 16 ડિરેક્ટર વોટ કરે છે અને અધ્યક્ષ બનવા માટે 9 મત મળવા જરૂરી છે
અત્યાર સુધી 4 ભારતીયો ICC ચીફનું પદ સંભાળી ચૂક્યા છે. જેમાં જગમોહન દાલમિયા, શરદ પવાર, એન શ્રીનિવાસન અને શશાંક મનોહરનો સમાવેશ થાય છે
જય શાહ બાદ DDCA પ્રમુખ રોહન જેટલી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના નવા સચિવ બની શકે છે