બિગ બોસ ઓટીટી 3માં જો કોઈની સૌથી વધુ ચર્ચા છે તો એ છે યુટ્યુબર અરમાન મલિક.

શોમાં બે પત્નીઓ કૃતિકા અને પાયલ સાથે એન્ટ્રી કરનાર અરમાન ખૂબ ચર્ચામાં છે.

જોકે, અરમાનની પહેલી પત્ની પાયલ શોમાંથી બહાર થઈ ગઈ છે, પરંતુ તેની બીજી પત્ની કૃતિકા હજી પણ અરમાન સાથે શોમાં જોવા મળી રહી છે.

હવે કૃતિકા અને અરમાનનો શોમાંથી એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં બંને રાતના સમયે ઈન્ટિમેટ થતા જોવા મળે છે.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે લાઇટ્સ બંધ થયા પછી અડધી રાત્રે અરમાન અને કૃતિકા એક જ બ્લેન્કેટ શેર કરતા દેખાય છે.

બંને બ્લેન્કેટમાં રોમેન્ટિક મોમેન્ટ શેર કરતા પણ જોવા મળે છે. બિગ બોસના ઘરમાં કૃતિકા અને અરમાનની ઈન્ટિમેટ મોમેન્ટ કેમેરામાં કેદ થઈ જાય છે.

અરમાન અને કૃતિકાને બ્લેન્કેટમાં રોમેન્ટિક થતા જોઈ સોશિયલ મીડિયા યુઝર્સ તેને ટ્રોલ કરી રહ્યા છે.

એક યુઝરે લખ્યું, આ જોઈને અરમાનની પહેલી પત્ની પર શું વીતશે? તો બીજી યુઝરે લખ્યું, આ છપરી હરકતો કેમેરામાં તો ન કરો. તો અન્ય એક યુઝરે લખ્યું, નેશનલ ટીવીમાં આ બધુ... શરમ કરો.

આ વાયરલ વીડિયો જોઈને સોશિયલ મીડિયામાં ઘણા લોકો બિગ બોસમાંથી અરમાન અને કૃતિકાને બહાર કરવાની માગ કરી રહ્યા છે.