વર્ષ 2024માં સૌથી વધુ ટેસ્ટ રન બનાવનાર ટોપ-10 બેટ્સમેન

વર્ષ 2024માં સૌથી વધુ ટેસ્ટ રન બનાવનાર બેટ્સમેન જો રૂટ છે. તેણે આ વર્ષે 17 મેચ રમીને 1556 રન બનાવ્યા છે.

યશસ્વી જયસ્વાલે વર્ષ 2024માં 15 ટેસ્ટ મેચ રમીને 1478 રન બનાવ્યા છે. તે આ યાદીમાં બીજા નંબરે છે.

ઈંગ્લેન્ડના બેન ડકેટની વાત કરીએ તો તેણે આ વર્ષે 17 ટેસ્ટમાં 1149 રન બનાવ્યા છે.

ઈંગ્લેન્ડના હેરી બ્રુકે વર્ષ 2024માં 12 મેચ રમીને 1100 રન બનાવ્યા છે.

શ્રીલંકાના કામેન્દુ મેન્ડિસે વર્ષ 2024માં 9 ટેસ્ટમાં 1049 રન બનાવ્યા છે.

ન્યુઝીલેન્ડના કેન વિલિયમસને આ વર્ષે 2024માં 9 ટેસ્ટ રમીને 1013 રન બનાવ્યા છે.

ઈંગ્લેન્ડના ઓલી પોપે આ વર્ષે 17 ટેસ્ટ મેચમાં 994 રન બનાવ્યા છે.

રચિન રવિન્દ્રએ વર્ષ 2024માં 12 ટેસ્ટ મેચ રમીને 984 રન બનાવ્યા છે.

શુભમન ગિલે વર્ષ 2024માં 12 ટેસ્ટ મેચ રમીને કુલ 866 રન બનાવ્યા છે.

દિનેશ ચંદિમલે વર્ષ 2024માં 10 ટેસ્ટ મેચ રમીને કુલ 724 રન બનાવ્યા છે.