IPLની એક સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદી.

આ યાદીમાં છઠ્ઠા નંબર પર ક્રિસ ગેલનું નામ છે. તેણે IPL 2012 સીઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમતી વખતે 733 રન બનાવ્યા હતા.

કેન વિલિયમસનનું નામ આ યાદીમાં પાંચમા નંબરે છે. તેણે IPL 2018માં સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમતી વખતે 735 રન બનાવ્યા હતા. તે હાલમાં ગુજરાત ટાઇટન્સ ટીમનો ભાગ છે.

ડેવિડ વોર્નરનું નામ ચોથા નંબર પર છે. તેણે IPL 2016 સીઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમતી વખતે 848 રન બનાવ્યા હતા. હાલમાં તે દિલ્હી કેપિટલ્સ ટીમનો ભાગ છે.

આ યાદીમાં ત્રીજા સ્થાને રાજસ્થાન રોયલ્સના બેટ્સમેન જોસ બટલરનું નામ છે. જોસ બટલરે IPL 2022 સીઝનમાં 863 રન બનાવ્યા હતા.

આ યાદીમાં ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલનું નામ બીજા નંબરે છે. શુભમન ગિલે IPL 2023માં 890 રન બનાવ્યા હતા.

IPL સિઝનમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે. તેણે IPL 2016માં સૌથી વધુ 973 રન બનાવ્યા હતા.

વિરાટ કોહલીનો એક IPL સિઝનમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ હજુ સુધી કોઈ બેટ્સમેન તોડી શક્યો નથી.