ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સ ફટકારનાર બેટ્સમેનો

ગઈકાલે આયર્લેન્ડ સામેના મેચમાં 3 સિક્સ ફટકારીને રોહિત શર્મા ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 600 સિક્સ ફટકારનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે.

રોહિત શર્મા બાદ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સ ફટકારનાર બેટ્સમેન ક્રિસ ગેલ છે, તેના નામે 553 સિક્સ છે.

આ યાદીમાં ત્રીજું નામ શાહિદ આફ્રિદીનું છે, તેણે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 476 સિક્સ ફટકારી છે.

બ્રેન્ડન મેક્કુલમના નામે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 398 સિક્સ છે.

માર્ટિન ગુપ્ટિલે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 383 સિક્સ ફટકારી છે.

એમએસ ધોનીએ પોતાની ઈન્ટરનેશનલ કરિયરમાં 359 સિક્સ ફટકારી છે.

સનથ જયસૂર્યાના નામે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 352 સિક્સ છે.

ઈયોન મોર્ગને તેની ઈન્ટરનેશનલ કરિયરમાં 346 સિક્સ ફટકારી છે.