ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 6 બોલમાં 6 ચોગ્ગા ફટકારનાર બેટ્સમેનો

6 બોલમાં 6 છગ્ગા ફટકારવા જેટલા મુશ્કેલ છે. તેટલા જ 6 બોલમાં 6 ચોગ્ગા ફટકારવા પણ મુશ્કેલ છે. પરંતુ આવું કારનામું ઘણા બેટ્સમેનો એ કર્યું છે.

ભારતીય બેટ્સમેન સંદીપ પાટીલે વર્ષ 1982માં ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં 6 બોલમાં 6 ચોગ્ગા ફટકાર્યા હતા.

વર્ષ 2004માં ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં બોલર મેથ્યુ હોગાર્ડની ઓવરમાં ક્રિસ ગેઈલે 6 ચોગ્ગા ફટકાર્યા હતા.

રામનરેશ સરવને વર્ષ 2006માં ભારત સામેની ટેસ્ટ મેચમાં મુનાફ પટેલ સામે 6 બોલમાં 6 ચોગ્ગા ફટકાર્યા હતા.

વર્ષ 2007માં સનથ જયસૂર્યાએ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં દિગ્ગજ બોલર જેમ્સ એન્ડરસનની ઓવરમાં 6 ચોગ્ગા ફટકાર્યા હતા.

તિલકરત્ને દિલશાને વનડે વર્લ્ડ કપ 2015માં ઓસ્ટ્રેલિયા સામે 6 બોલમાં 6 ચોગ્ગા ફટકાર્યા હતા. તેણે આ કારનામું મિશેલ જોન્સનની ઓવરમાં કર્યું હતું.