ભારત માટે ODI ક્રિકેટમાં 10 હજારથી વધુ રન બનાવનાર બેટ્સમેનો

સચિન તેંડુલકરે ODI ક્રિકેટમાં 18426 રન બનાવ્યા છે. તે ODI ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય ખેલાડી છે.

વિરાટ કોહલીએ ભારત માટે ODI ક્રિકેટમાં કુલ 13906 રન બનાવ્યા છે. તે ભારત માટે વનડેમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં બીજા ક્રમે છે.

સૌરવ ગાંગુલીએ ભારત માટે ODI ક્રિકેટમાં કુલ 11363 રન બનાવ્યા છે. તેણે ODI ક્રિકેટમાં 22 સદી ફટકારી છે.

રાહુલ દ્રવિડે ભારત માટે ODI ક્રિકેટમાં કુલ 10899 રન બનાવ્યા છે.

રોહિત શર્માએ ભારત માટે ODI ક્રિકેટમાં કુલ 10866 રન બનાવ્યા છે. વનડે ક્રિકેટમાં તેના નામે 31 સદી છે.

મહેન્દ્ર સિંહ ધોનીએ ODI ક્રિકેટમાં ભારત માટે કુલ 10773 રન બનાવ્યા છે. ધોનીએ ટીમ ઈન્ડિયાને ઘણી મેચો જીતાડી છે.