ટેસ્ટમાં સૌથી ઝડપી ત્રેવડી સદી ફટકારનાર બેટ્સમેન, બીજા નંબરે પહોંચ્યો હેરી બ્રુક

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી ત્રેવડી સદી ફટકારનાર બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગ છે. તેણે વર્ષ 2008માં સાઉથ આફ્રિકા સામે 278 બોલમાં ત્રેવડી સદી ફટકારી હતી.

હેરી બ્રુક હવે આ યાદીમાં બીજા નંબર પર આવી ગયો છે. તેણે તાજેતરમાં પાકિસ્તાન સામે 310 બોલમાં ત્રેવડી સદી ફટકારી હતી.

વોલી હેમન્ડે વર્ષ 1933માં ન્યુઝીલેન્ડ સામે 355 બોલમાં ત્રેવડી સદી ફટકારી હતી. જો કે તેના વિશે વધારે ડેટા ઉપલબ્ધ નથી.

મેથ્યુ હેડને વર્ષ 2003માં ઝિમ્બાબ્વે સામે 362 બોલમાં ત્રેવડી સદી ફટકારી હતી.

વિરેન્દ્ર સેહવાગે વર્ષ 2004માં પાકિસ્તાન સામે 364 બોલમાં ત્રેવડી સદી ફટકારી હતી.

કરુણ નાયરે વર્ષ 2016માં ઈંગ્લેન્ડ સામે 381 બોલમાં ત્રેવડી સદી ફટકારી હતી.

ડેવિડ વોર્નરે વર્ષ 2019માં પાકિસ્તાન સામે 389 બોલમાં ત્રેવડી સદી ફટકારી હતી.

ક્રિસ ગેલે વર્ષ 2010માં શ્રીલંકા સામે 393 બોલમાં ત્રેવડી સદી ફટકારી હતી.