ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ઘરઆંગણે સૌથી ઓછી ઈનિંગ્સમાં 12 હજાર રન પૂરા કરનાર બેટ્સમેન

રિકી પોન્ટિંગે ઓસ્ટ્રેલિયાની ધરતી પર ઈન્ટરનેશનલ ક્રિકેટની 275 ઈનિંગ્સમાં 12 હજાર રન પૂરા કર્યા હતા.

જેક્સ કાલિસે સાઉથ આફ્રિકાની ધરતી પર ઈન્ટરનેશનલ ક્રિકેટની 271 ઈનિંગ્સમાં 12 હજાર રન પૂરા કર્યા હતા.

કુમાર સંગાકારાએ શ્રીલંકાની ધરતી પર ઈન્ટરનેશનલ ક્રિકેટની 269 ઈનિંગ્સમાં 12 હજાર રન પૂરા કર્યા હતા.

સચિન તેંડુલકરે ભારતની ધરતી પર ઈન્ટરનેશનલ ક્રિકેટની 267 ઈનિંગ્સમાં 12 હજાર રન પૂરા કર્યા હતા.

વિરાટે બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ મેચની બંને ઈનિંગ્સમાં કુલ 23 રન બનાવ્યા હતા. તેણે પ્રથમ ઈનિંગમાં 6 રન અને બીજી ઈનિંગમાં 17 રન બનાવ્યા હતા.

આ સાથે તેણે ઘરઆંગણે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 12 હજાર રન પૂરા કર્યા છે. તેણે આ રન માત્ર 243 ઈનિંગ્સમાં પૂરા કર્યા છે, જે સૌથી ઝડપી છે.