બેન્ક લોકર સાથે જોડાયેલી સેવાઓમાં ભાડું, સુરક્ષા અને નોમિની સંબંધિત અમુક નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

આ નિયમ SBI, ICICI, HDFC, PNB જેવી દેશની ટોચની બેન્કોમાં લાગુ થવા જઈ રહ્યો છે. જેના લીધે બેન્ક લોકરના ચાર્જમાં ફેરફાર થયો છે.

બેન્કો દ્વારા જુદી-જુદી કેટેગરીના ગ્રાહક જેમ કે, પર્સનલ ગ્રાહક, પાર્ટનરશિપ ફર્મ, લિમિટેડ કંપનીઓ, ક્લબ વગેરેમાં બેન્ક લોકરની સુવિધા આપવામાં આવે છે.

એચડીએફસી બેન્ક લોકર ચાર્જ- મેટ્રો બ્રાન્ચ: રૂ. 1,350 થી રૂ. 20,000 જ્યારે શહેરી વિસ્તાર: રૂ. 1,100 થી રૂ. 15,000

એસબીઆઈ લોકરનું ભાડું: નાનું લોકર: રૂ. 2,000 (મેટ્રો/અર્બન) અને રૂ. 1,500 (અર્ધ-શહેરી/ગ્રામીણ), મધ્યમ લોકર: રૂ 4,000 (મેટ્રો/શહેરી) અને રૂ. 3,000 (અર્ધ-શહેરી/ગ્રામીણ)

પીએનબી લોકર ભાડું: ગ્રામીણ વિસ્તાર: રૂ. 1,250 થી રૂ. 10,000 જ્યારે શહેરી વિસ્તાર: રૂ. 2,000 થી રૂ. 10,000

ICICI બેન્ક લોકરનું ભાડું: ગ્રામીણ વિસ્તાર: રૂ. 1,200 થી રૂ. 10,000 અને અર્ધ-શહેરી વિસ્તાર: રૂ. 2,000 થી રૂ. 15,000

ICICI બેન્ક લોકરનું ભાડું: શહેરી વિસ્તાર: રૂ. 3,000 થી રૂ. 16,000 અને મેટ્રો: રૂ. 3,500 થી રૂ. 20,000