ભારતની બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ 22 ડિસેમ્બરે ઉદયપુરમાં લગ્ન કર્યા છે.

પીવી સિંધુના લગ્ન હૈદરાબાદના વેંકટ દત્તા સાઇ સાથે થયા છે, જે પોસાઇડેક્સ ટેકનોલોજીના એક્ઝીક્યુટિવ ડિરેક્ટર છે.

સિંધુ-વેંકટના લગ્નની પ્રથમ તસવીર સામે આવી છે. લગ્નમાં કેન્દ્રીય સંસ્કૃતિ અને પ્રવાસન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત પણ હાજર રહ્યાં હતા.

પીવી સિંધુએ લગ્નના દિવસે ક્રીમ રંગની સાડી પહેરી હતી વરરાજાએ ક્રીમ કલરની શેરવાની પહેરી હતી.

વેંકટ દત્તા સાઇ ખૂબ જ ગતિશીલ વ્યવસાયિક છે અને તે ફાઇનાન્સ, ડેટા સાયન્સ અને એસેટ મેનેજમેન્ટના ક્ષેત્રોમાં પણ કામ કરે છે.