ભવિષ્યવેત્તા બાબા વેંગા અને નોસ્ત્રેદમસની વર્ષ 2025 માટે અજીબો-ગરીબ ભવિષ્યવાણી લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.
વર્ષ 1996માં મોતને ભેટેલા નેત્રહીન બલ્ગેરાઈ રહસ્યવાદી બાબા વેંગા પોતાની ઘણી ભવિષ્યવાણી સાચી થયા બાદ કૉન્સપિરેસી થ્યોરિસ્ટ વચ્ચે એક સન્માનિત સ્થાન મેળવી ચૂક્યા છે.
બંને ભવિષ્યવેત્તાઓએ વર્ષ 2025માં યુરોપમાં એક વિનાશકારી સંઘર્ષની ભવિષ્યવાણી કરી છે, જેના પર હાલ ચર્ચા થઈ રહી છે.
ભવિષ્યવેત્તાઓએ વર્ષ 2025 માટે મનુષ્ય સાથે એલિયનનો સંપર્ક, વ્લાદિમીર પુતિનની હત્યાનો પ્રયાસ જેવી પણ ભવિષ્યવાણી કરી છે.
યુરોપમાં આતંકવાદી હુમલા અને કિંગ ચાર્લ્સ માટે અશાંત શાસન સહિત ઘણી ચોંકાવનારી ભવિષ્યવાણી સામેલ છે.
ફ્રેન્ચ જ્યોતિષી માઇકલ ડી નોસ્ત્રેદમસ, જે નોસ્ટ્રાડેમસના નામે પણ ઓળખાય છે. તે પણ પોતાની ભવિષ્યવાણી માટે પ્રસિદ્ધ છે.