'બાલ વીર' ફેમ એક્ટર કરશે નેપાળી ગર્લ સાથે લગ્ન, મહેંદી સમારોહના ફોટા આવ્યા સામે
ફેમસ ટીવી એક્ટર દેવ જોશીએ 'બાલવીર'નું પાત્ર ભજવીને માત્ર બાળકો જ નહિ પરંતુ ઘણા લોકોના દિલ જીતી લીધા છે. એવામાં હવે એક્ટર દેવ જોશી વરરાજા બનવાનો છે.
દેવ જોશીએ આ વર્ષે જાન્યુઆરી મહિનામાં જ સગાઈ કરી હતી અને હવે દેવ નેપાળની રહેવાસી આરતી સાથે સાત ફેરા લેતા જોવા મળશે.
ખાસ વાત એ છે કે દેવ જોશી અને આરતીના લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે. દેવ તેની સજાન લઈને નેપાળ પહોંચી ગયો છે. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.
દેવ જોશી અને આરતીના લગ્નની વિધિઓ પણ મહેંદી સેરેમની સાથે પૂરજોશમાં શરૂ થઈ હતી.
જેની તસ્વીરો એક્ટરે સોશિયલ મીડિયા પર શેર કરી છે. દેવની દુલ્હન આરતી ઓલિવ ગ્રીન સૂટમાં સુંદર લાગી રહી હતી. તેમણે તેમની મહેંદી ફ્લોન્ટ કરતી તસવીરો શેર કરી છે.
દેવે તેની લેડી લવ આરતીના હાથ પર મહેંદી લગાવી. તેમજ આરતીએ પોતાના હાથ પર 'દેવ આરતી' લખીને દિલ બનાવ્યું છે.
'બાલવીર' એક્ટરે પણ તેની દુલ્હન સાથે પોઝ આપવામાં કોઈ કસર છોડી ન હતી. ફોટામાં બંનેની ખુશી સાતમા આસમાન પર જોવા મળી હતી. આ તસવીરો શેર કરતાં દેવએ લખ્યું, 'થોડી મહેંદી, ઘણો પ્રેમ અને જીવનભરનો યાદો.'
અભિનેતાએ નેપાળના કામાખ્યા મંદિરમાં સગાઈ કરી હતી. આ કપલને વર-કન્યા બનતા જોવા માટે ચાહકો ઉત્સાહિત છે.
દેવે સીરિયલ મહિમા શનિદેવ કી, કાશી જેવા શૉ કર્યા છે. પરંતુ તેને 'બાલવીર' શૉથી ઓળખ મળી. તે આ શૉની ચારેય સિઝનમાં જોવા મળ્યો છે.