બૉલીવુડ સિંગર બી પ્રાક જેમણે ‘તેરી મિટ્ટી’ અને ‘સારી દુનિયા જલા દેંગે’ જેવા સુપરહિટ ગીતોને પોતાનો અવાજ આપ્યો છે, જે અસલ જીવનમાં ઘણા ધાર્મિક પણ છે.

તેમનો ધર્મ પ્રત્યેનો પ્રેમ કોઈનાથી છૂપો નથી રહ્યો, તે ઘણી વખત ભજન સંધ્યાના કાર્યક્રમોમાં જતા રહેતા હોય છે અને ભજનો પણ ગાતા રહેતા હોય છે.

હાલમાં જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે બાગેશ્વર બાબા સાથેની મુલાકાતની વાત કરી હતી. જેમાં જણાવ્યું કે બાબાએ તેમને ભેટ સ્વરૂપે ભગવાન હનુમાની મૂર્તિ આપી હતી.

વધુમાં તેમણે કહ્યું, “મારી બાગેશ્વર બાબા સાથે મુલાકાત કથાવાચક ઇન્દ્રેશ ઉપાધ્યાયના કારણે થઇ હતી. તે ઘણા પ્રેમાળ વ્યક્તિ છે અને માયાળુ પણ એટલા જ છે. તેમને મને આશીર્વાદ રૂપે હનુમાનજીની મૂર્તિ પણ આપી હતી.”

“તેમણે મને મૂર્તિ ભેટમાં આપી જ્યારે મેં તેમની પાસે જઈને તેરી મિટ્ટી અને સારી દુનિયા જલા દેંગે ગીત ગાયું હતું. તો તેમણે મને કહ્યું કે હવે આ મૂર્તિ હંમેશા તમારી સાથે રહેશે.”

“તેમને કહ્યું કે તમે જ્યાં જ્યાં જશો, ત્યાં આ તમારી સાથે ચાલશે. આમ તો સમગ્ર દુનિયામાં હનુમાનજી છે પણ આમણે મને આખું વિશ્વ ફરાવ્યુ”

બી પ્રાકે આગળ કહ્યું, “ધીરેન્દ્ર શાસ્ત્રીજીએ મને એક વખત કહ્યું કે તમારે અમારી અમારી કથામાં આવવાનું છે, અમારું સૌભાગ્ય કે તમે આવો અમારી કથામાં”

“હું તેમની માટે થોડી ભેટ લઈને ગયો હતો, પરંતુ તેમને સ્વીકારી નહીં, તમને મને આ બધા માટે બોલાવ્યા છે તો અમે ક્યારેય નહિ આવીએ. આ તમે પોતાની કથા માટે રાખો, અમને માત્ર તમારો પ્રેમ અને સ્નેહ જોઈએ છે.”