પુષ્પા 2નો રિલીઝ પહેલા કમાલ, વર્ષની સૌથી વધું કમાણી કરનારી હિંદી ફિલ્મને પાછળ છોડી

'પુષ્પા 2 ધ રૂલ'ની રિલીઝને ભલે લગભગ 4 મહિનાનો સમય છે, પરંતુ અત્યારથી આ ફિલ્મ કમાણીના નવા નવા કીર્તિમાન બનાવવા લાગી છે

અલ્લૂ અર્જુન સ્ટારર અને સુકુમાર નિર્દેશિત 'પુષ્પા 2 ધ રૂલ'ના તેના ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, આ ફિલ્મ 12 ઓગસ્ટ 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

રિપોર્ટ્સ અનુસાર, 'પુષ્પા 2'ના હિંદી રાઇટ્સ દિગ્ગજ ડિસ્ટ્રીબ્યૂટર અનિલ થડાનીએ ખરીદ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે નિર્માતાઓ- ડિસ્ટ્રીબ્યૂટરના વચ્ચે આ સોદો 200 કરોડમાં થયો છે.

'પુષ્પા 2'ને હિંદી બેલ્ટથી જેટલી રકમ મળી છે, તે અત્યાર સુધીમાં અહીં કોઈપણ સાઉથ ઇન્ડિયન ફિલ્મ માટે મળેલી સૌથી મોટી રકમ છે, આ પણ ફિલ્મનો પોતાનામાં એક રેકોર્ડ છે.

જણાવવામાં આવી રહ્યું છે કે અનિલ થડાનીની કંપની AA ફિલ્મ 'પુષ્પા 2' ને આખા ઉત્તર ભારતમાં રિલીઝની પ્લાનિંગ કરી રહી છે. મેકર્સ સાથે જે સોદો થયો છે, તે સંપૂર્ણ રકમ રિન્ફડેબલ છે

ફક્ત ડિસ્ટ્રીબ્યૂશન રાઇટસથી થયેલી કમાણીથી જ 'પુષ્પા 2'એ આ વર્ષની સૌથી કમાણી કરનારી હિંદી ફિલ્મ 'ફાઇટર'ને પછાડી દીધી છે. 'ફાઇટર'એ ભારતમાં લાઇફટાઇમ 199.45 કરોડ રૂપિયાની કમાણી કરી.