અવનીત કૌરે ઇન્સ્ટાગ્રામ પર લગાવી આગ, જુઓ Photos
અવનીત કૌરને આજે કોઈ ઓળખની જરૂર નથી. તે જ્યાં છે ત્યાં સુધી પહોંચવા માટે તેણે સંઘર્ષ સખત મહેનત કરી છે.
અવનીતનો દરેક લુક શાનદાર અને ગ્લેમરસ છે. એથનિક આઉટફિટ પહેરીને પણ તે સ્ટાઇલિશનો લાગે છે.
હાલમાં જ અવનીતે એક ગ્લેમરસ લહેંગા લુક ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે જે વાયરલ પણ થયો છે. લોકો તેના આ લુકના ઘણા વખાણ કરી રહ્યા છે.
અવનીતે પર્લ વ્હાઇટ કલરના લહેંગાને સ્ટાઇલ કર્યો છે જેના પર ખૂબ જ સુંદર પર્લ વર્ક કરવામાં આવ્યું છે.
લહેંગાની સાથે ડીપ નેકલાઈન સાથેનું બ્લાઉઝ લુકમાં બોલ્ડનેસનો સ્પર્શ ઉમેરી રહ્યું છે.
લહેંગાની સાથે જ મેકઅપ, જ્વેલરી અને હેર સ્ટાઇલ પણ શાનદાર છે. અવનીતે લહેંગા સાથે પર્લ નેકલેસ, ઇયરરિંગ્સ અને માંગટીકો પહેર્યા છે.
અવનીતના કરિયરની વિષે વાત કરીએ તો તેણે કરિયરની શરૂઆત ચાઈલ્ડ એક્ટર તરીકે કરી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી તે શોબિઝ ઈન્ડસ્ટ્રીમાં સક્રિય છે.
અવનીત કૌર અત્યાર સુધી ઘણા લોકપ્રિય ટીવી શોનો ભાગ રહી ચૂકી છે. તેણે 'અલાદ્દીન-નામ તો સુના હોગા'થી ઘણી ખ્યાતી મળી હતી.
આ શોમાં અવનીત કૌરે યાસ્મીનનો રોલ કર્યો હતો. તેણે આ પાત્રથી લોકોના દિલ જીતી લીધા હતા.
અવનીત કૌરે બોલિવૂડમાં પણ કામ કર્યું છે. તે કંગના રનૌતના પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ બનેલી ફિલ્મ 'ટીકુ વેડ્સ શેરુ'માં જોવા મળી હતી.