IPL 2024ની ફાઈનલ મેચ આજે(26 મે) કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાવાની છે.
પેટ કમિન્સના કેપ્ટનશિપ હેઠળ હૈદરાબાદની ટીમ રાજસ્થાન રોયલ્સને હરાવીને ફાઈનલમાં પહોંચી છે.
કમિન્સ છઠ્ઠો ઓસ્ટ્રેલિયન કેપ્ટન છે જેની ટીમ IPL ફાઈનલમાં પહોંચી છે. જો કે, માત્ર 3 ઓસ્ટ્રેલિયન કેપ્ટન જ ટીમને ટ્રોફી જીતાડી શક્યા છે.
શેન વોર્ને 2008માં રાજસ્થાન રોયલ્સને IPLની ટ્રોફી જીતાડી હતી.
ડેક્કન ચાર્જર્સે 2009માં ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વિકેટકીપર બેટ્સમેન એડમ ગિલક્રિસ્ટની કપ્તાની હેઠળ IPLની ટ્રોફી જીતી હતી.
જ્યોર્જ બેઈલીની કેપ્ટન્સીમાં કિંગ્સ ઈલેવન પંજાબ (પંજાબ કિંગ્સ) 2014માં ફાઈનલમાં પહોંચી હતી, પરંતુ ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.
સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે ડેવિડ વોર્નરની કેપ્ટન્સીમાં 2016માં IPLની ટ્રોફી જીતી છે.
સ્ટીવ સ્મિથની કપ્તાની હેઠળ, રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ્સે 2017ના ફાઈનલમાં જગ્યા બનાવી હતી, પરંતુ ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો