દશેરાનો દિવસ માત્ર ધાર્મિક દૃષ્ટિકોણથી જ નહીં, પરંતુ જ્યોતિષીય દૃષ્ટિકોણથી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. જ્યારે આ તહેવાર પર ગ્રહો અને નક્ષત્રોનો સંયોગ થાય છે, ત્યારે તેમની અસર સીધી રાશિના લોકોના જીવનમાં પડે છે.
સોર્સ : Google
જ્યોતિષીઓના મતે, આ વર્ષે દશેરા ખૂબ જ ખાસ માનવામાં આવે છે કારણ કે, આ દિવસે રવિ યોગ, સુકર્મ યોગ અને ધૃતિ યોગ બનશે. વધુમાં દશેરા પછીના દિવસે 3 ઑક્ટોબરે બુધ અને મંગળની યુતિ પણ થશે. અહીં જાણો દશેરા પર આ દુર્લભ યુતિઓને કારણે કઈ કઈ રાશિના લોકોનો સારો સમય શરુ થશે.
સોર્સ : Google
દશેરાના પર્વ પર મેષ રાશિ માટે ખુશીઓનો વરસાદ થશે. નોકરી અને વ્યવસાયમાં નવી તકો ઊભી થશે. તમારા પરિવાર તરફથી સારા સમાચાર મળવાની સંભાવના છે. આ સમય દરમિયાન તમારી સામાજિક સ્થિતિ પણ સારી થશે.
સોર્સ : Google
કર્ક રાશિના જાતકો માટે દશેરા આત્મવિશ્વાસ અને સફળતાનો સમય સાબિત થશે. કરિયરમાં ઉન્નતિની તકો મળશે અને ઉપરી અધિકારીઓ તમારા કાર્યથી ખુશ થશે. પ્રમોશન અથવા નોકરીમાં પરિવર્તનની રાહ જોનારાઓ માટે પણ આ શુભ સમય છે.
સોર્સ : Google
ધન રાશિના જાતકોને દશેરા દરમિયાન નવી તકો મળશે. કારકિર્દીમાં ઉન્નતિ થશે, અને ઘણા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થશે. નોકરીમાં નવી જવાબદારીઓ મળશે.