ઓસ્ટ્રેલિયાથી પરત ફરતા જ અર્શદીપ સિંહે ખરીદી કાર, કરોડોમાં છે કિંમત
સોર્સ : Instagram
ભારતનો સ્ટાર ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ T20I ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો સૌથી સફળ બોલર છે. તે તાજેતરમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસથી પાછો ફર્યો છે અને તેણે એક લક્ઝરી કાર ખરીદી છે.
સોર્સ : Instagram
અર્શદીપ સિંહે પોતાના કાર કલેક્શનમાં એક નવી Mercedes AMG G63 SUV ઉમેરી છે. તેણે તેના ફેન્સને આ વિશે માહિતી આપવા સોશિયલ મીડિયા પર ફોટા શેર કર્યા છે.
સોર્સ : Instagram
અર્શદીપ સિંહની G63 SUV માં બહારનો ભાગ બ્લેક છે અને અંદરના ભાગમાં રેડ કલરની અપહોલ્સ્ટરી છે. તેની કિંમત 3 કરોડ રૂપિયાથી પણ વધુ છે.
સોર્સ : Instagram
થોડા દિવસો પહેલા જ, અર્શદીપ સિંહે તેની જૂની ટોયોટા ફોર્ચ્યુનરને મોડિફાઈ કરાવી હતી. તેણે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેનો એક વીડિયો પણ શેર કર્યો હતો.
સોર્સ : Instagram
અર્શદીપ સિંહ ટીમ ઈન્ડિયાની વ્હાઈટ બોલ ટીમનો મુખ્ય સભ્ય છે. તેણે ભારત માટે 11 ODI અને 68 T20I મેચ રમી છે.
સોર્સ : Instagram
અર્શદીપ સિંહે અત્યાર સુધીમાં ODIમાં 17 વિકેટ લીધી છે. જ્યારે તેણે T20Iમાં 105 વિકેટ લીધી છે, તે ભારત માટે સૌથી વધુ T20I વિકેટ લેનાર બોલર છે.